Thursday, October 9, 2014

રમશે ગુજરાત, જીતશે ગુજરાત.









ખેલ મહા કુંભની મશાલ સંદેશો આપતી હતી, આવી રહેલ છે રમતોનો મહા ઉત્સવ, ખેલ મહા કુંભ, કુંભ શબ્દ અમૃત સાથે પણ જોડાયેલ છે, દેવો અને દાનવોએ ભેગા મળી સમૃદ્ર મંથન કર્યું તો મળ્યો અમૃત કુંભ, લાંબા જીવન માટે અમૃત, અમર થવા માટે અમૃત, અને આ અમૃત આપનાર હતો  કુંભ, અને એટલે જ શરીરને સ્વસ્થ રાખવાનો, તંદુરસ્ત રાખવાનો સંદેશો, વિચાર ઉભો કરે છે આ ખેલ મહા કુંભ, હાલમાં જયારે ટીવી અને મોબાઈલ પણ માત્ર થોડીક કી દબાવીને રમત રમતા યુવાનોને પ્રેરણા આપે છે.






શરીર સ્વસ્થ બને, તંદુરસ્ત બને અને જીવનમાં વિકાસ કરે તેવી રમતો રમવાની, આ ખેલ મહા કુંભ, હાલના યુવાનો અને બાળકો છે ભારતનું ભવિષ્ય, એ ભારત જે હજારો વર્ષ પહેલાં ‘સોનેકી ચિડિયા’ હતું અને આજે પગરણ માંડી રહેલ છે, વિશ્વની મહાસત્તા બનવા તરફ,ત્યારે જરૂર છે એવા યુવાનોની જે શરીરથી સ્વસ્થ હોય, આમ હશે તો મન સ્વસ્થ હશે, અને સ્વસ્થ મન વિકાસના અનેક દરવાજા ખોલી નાખે છે, અને તેથી જ વિકાસના પ્રણેતા, જેણે વિકાસને જ એક માત્ર મુદ્દો બનાવ્યો, અને વિકાસના મુદ્દાએ તેમને ગુજરાતના મુખ્યપ્રધાનમાંથી ભારતના વડાપ્રધાન બનાવ્યા, અને મહાસત્તાઓ પણ જેમને અહોભાવથી નિહાળે છે, મહાસત્તાઓને મજબૂરીથી ભારત તરફ જોવાની પોતાની દ્રષ્ટી બદલવી પડી છે, તેવા શ્રી નરેન્દ્ર મોદીએ વિચાર આપ્યો હતો આ વિકાસના દ્વારા ‘ખેલ મહા કુંભ’નો, કે જેણે યુવાનોની દ્રષ્ટિ બદલી નાખી છે.







તે પરંપરાને આગળ વધારી રહેલ છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, કે જેમણે શ્રી મોદીના ગુજરાતના વિકાસના કાર્યને, વિચારને આગળ તો ધપાવ્યો, પણ સાથે સાથે  એને નવો ઓપ આપ્યો, નવી મૌલિકતા ઉમેરાઈ, નવા રૂપ રંગ આપ્યા અને મહિલા શક્તિને પ્રોત્સાહન આપ્યું, તેઓએ ભાવનગર ખાતે ખુલ્લો મુખ્યો ખેલ મહાકુંભ ઉત્સવ’. ઉત્સાહી બાળકો અને યુવાનોએ તેમાં ભાગ લીધો, ખેલ મહાકુંભની મશાલે  અહીં વિરામ લીધો, અને અધિકારી ગણે તેમ જ રાજકીય આગેવાનોએ તેમનાં આશિર્વચન સાથે ‘ખેલ મહા કુભ’ ઉત્સવનો સત્કાર કર્યો, ભાવનગરના આંગણે ઉત્સાહનો માહોલ ઉભો થયો, પુરો થયો રાહ જોવાનો સમય, શરુ થઈ ગયો ઉત્સવ ખેલ મહા કુંભ, કે જયાં રમશે ગુજરાત, જીતશે ગુજરાત.









No comments:

Post a Comment